"કલાત"
"કાન્હા..કાલે સ્કૂલ માં જ્યારે મે પિંકી નાં વાળ ખેંચ્યા ને તો મેડમ મને ખૂબ લડી.. કાન્હા પપ્પા એ પણ કાલે મમ્મી ને લાફો માર્યો..પણ પપ્પા ના શિક્ષક એમને કેમ લડ્યા નહીં...?મમ્મી તો પપ્પા જોડે કિટ્ટી છે... અને પપ્પા કેહ છે એમને મમ્મી નથી જોઈતી..અને મમ્મી કેહ છે એમને પપ્પા નથી જોઈતા..પપ્પા કેહતાં હતાં કે એ મમ્મી ને કલાત(તલાક) આપી દેશે..કાન્હા કલાત શું હોઇ???.
કાન્હા એક વાત કહું મને તો બન્ને જોઇયે છે મમ્મી પણ અને પપ્પા પણ.. મે પિંકી ને સોરી પણ કહી દીધું...અને એ બૂચ્ચા પણ થઈ ગઇ...તું કાંઈક કર ને કે મમ્મી ને પપ્પા પણ એકબીજા જોડે બૂચ્ચા થઈ જાઇ અને અલગ અલગ ઘર માં જઈ ને ન રહે...હૂઁ પાક્કું પિંકી ના વાળ કદી નહીં ખેચું...પ્રોમિસ"