"રંગ"
રંગીન દુનિયા ને રંગીન વાતો,
કરે છે મજા ને મારે છે લાતો,
પૈસા દેખી ને બાંધે છે નાતો,
સંબંધ એવો કે કાચો તાંતો,
પૈસા વાળો તો નાથ બની જાય,
જીવન એનું સ્વર્ગ બની જાય,
ગરીબ તો સાવ બિચારો કહેવાય,
જીવન માં એને ઠેબે ચડાવાય,
જીવન નું સુખ ધનવાન ને નથી,
સંતોષી ગરીબ આનંદ થી જીવાય,
ભગવાન નું રટણ કરવું પડે,
ભક્તિ ની અલખ જગાવવી પડે,
જીંદગી માં ખરું કામ તો એક જ,
પ્રભુ સ્મરણ કરવું છે નેક.
-@કૌશિક દવે