હટી માંગ ન ડીબો, અસીં ઘટી ભાગ ન ડીબો,
કુધરત! તોકે અસાંજે મન જો
તાગ ન ડીબો!
ધુસમણ! તોનૂં
થિયેં ઈતરા ધમપછાડા કર!
મથો ડીબો, પણ
અસાંજી કચ્છી
"પાઘ- ન ડીબો!
?
-- ખ્વાબ.
******
1. સમજાવટલા વિઠા,
મુંજાયનેં ઉભા થ્યા.
2. સુત્ત રખ્યાં જીવજી,
મિલી વ્યા સિવજી.
3. નિંધર કરે નેં ઉઠ્યા,
પોય આડ઼સ મોડે઼નેં
સુમી ર્ યા.
4. લકડે઼જી કિંમત થઈ
ચૅર ઝાડ઼જી કિંમત વઈ.
5. પાણી હારીંધે આયો,
પાણી વારીંધે ન આયો.
6. ઘડિ઼યાલ નેરીંધે આયો,
સમય સેરીંધે ન આયો.
7. ઘર હટી વ્યો,
પટ ખટી વ્યો.
8. કોઇવાડો઼ પિંઢજી જારમેં
ન તો ફસે,
માડુજી તાં આંકે ખબર!
. ગુલાબ
? નઇં ઉકરેં?
. ***********
તકધીર સેં કનેં તકરાર, નઇં ઉકરેં
મથે ઇનજી આય સરકાર, નઇં ઉકરેં
ચકાસે ગિન તો ભેરાઐં,સે ઐં તોજા ?
કરીં ધુસમણ કે લલકાર,નઇંઉકરેં
નખપતીજો સાવખોટે,ખોટોભરેતૂંમાલ,
નાવડી ટુટંધી જ મજધાર નઇં ઉકરેં
સામલેંભેરીહિકડી મૉભત, જય ઉનીંજી
ખણીં નફરતજી વણજાર, નઇં ઉકરેં
તપીનેંકસભી ઇછાઘરેં મિણીંકે લોસેજી,
ધી જી જેર કંધી જણકાર, નઇં ઊકરેં
?મહિપતસિંહ જાડેજા?