ક્યાંક ખોવાયેલો છે તું..
ક્યાંક સંતાઈ ગઈ છું હું..
દુનિયાની બધી વાતો ભૂલી
ચાલને ફરી મળીએ...
એકબીજાથી નજરો મેળવતા..
ધીરે ધીરે હાથ માં હાથ પકડતા..
કોઈ સ્થળે બેસવા માટે
ચાલને ફરી મળીએ...
એકબીજાને ગમતાં dp,status રાખીને..
વિડિયો કોલ માં ચાલને વાત કરીએ..
કંઈ નઈ તો એક સેલ્ફી પાડવા
ચાલને ફરી મળીએ...
જિંદગી ભરનો સાથ નથી તારી સાથે..
તો પણ સાથે જીવવા માટે,
થોડીક ક્ષણો સાથે રેહવા માટે
ચાલને ફરી મળીએ...
મળ્યાં તને દિવસો થઈ ગયા..
જિંદગી મણ્યાને દિવસો થઈ ગયા..
ફરી એજ સમય જીવવા
ચાલને ફરી મળીએ...