તુ ચલાવે રોજ કારોબાર આખા ગામ નો
તોય તારે જોઈએ આધાર આખા ગામ નો
જાણવા આજે મળ્યું કરણ હૃદય ના રોગનું
સાચવી રાખ્યો હતો ભંગાર આખા ગામ નો
શ્વાસ ને પળવાર આપ્યું તે શરીરી આવરણ
તોય માથે લઈ ફરે છે ભાર આખા ગામ નો
ઘાવ લીલા રાખવામાં વાંક ક્યાં છે કોઈ નો ?
મે જ માગ્યો પ્રેમથી સહકાર આખા ગામ નો
હોય નરસી એ જ છોડાવી શકે છે આખરે
છે હજી એ ગીરવે કેદાર આખા ગામ નો
સુપ્રભાત મિત્રો..
- કવિશ્રી દિલીપ દવે