બારણાં ના ઉંબરે તારા પગલાં ની છાપ શોધું છું..
ઘર ના ખૂણે ખૂણે રહીં ગયેલી તારી સુવાસ શોધું છું.
ઈશારાઓ માં વાત કરતી તારી નજર રમતિયાળ શોધું છું..
અમસ્તો જ ભરબપોરે મારી વ્યસ્તતા માં તારો સહવાસ શોધું છું.
ક્યારેક સાંજ ની ચાહ જોડે તારા સાથે કરેલી વાર્તાલાપ શોધું છું..
તું મનાવી લેશે પ્રેમ થી એવિ આશા સાથે કરેલી મીઠી તકરાર શોધું છું.
ઊભી રહીં ઝરોખે હૂઁ તારા આવા નો અણસાર શોધું છું.
બઁધ કરી નયન ને હૂઁ શમણાં માં તારા સ્પર્શ નો આભાસ શોધું છું.
શુષ્ક મારા જીવન માં, તારા ઝાંઝવાઓ ની ભીનાશ શોધું છું..
ક્યારેક મારા જ અસ્તિત્વ માં ભરાતો તારો શ્વાસોશ્વાસ શોધું છું..
◆ANV◆