હે ઈશ્વર.....આજે સાથ તારો માંગીશ... તું આપું જ છું એ જાણું છું....તું સર્વ જાણે છે એ પણ જાણું છું ....બસ આજે વિનંતી કરવી છે....
**********************
છું તું સૌ ની આશ
માને છે સૌ તને ખાસ
જોઈએ છે સાથ તારો
કરવા છે સાત આસમાન સર
જોઈએ છે આશીર્વાદ તારો
હાસિલ કરવી છે મંઝીલ
જોઈએ છે હાથ તારો
કરી તો શકીશ પણ તારા હાથ માં વાત જ કઇ ઔર છે
જોઈએ છે તારી કંઈક સ્મૃતિ
જેને માની શકું ઈશ્વર જ સાથ મારી
જોઈએ છે પ્રભુ ચરણ તારા
જેમાં વાસ હોય તમારો સદાય
જોઈએ છે આંખો તારી
કે દ્વેષ ન જોતા પ્રેમ જોઈ શકું
જોઈએ છે સ્મિત તારા ચહેરાનું
કે ઉદાસી માં પણ કોઈ ના હાસ્ય નું કારણ બની શકું
જોઈએ છે તમારું એ પ્રેમભર્યું ખાલી હૈયું
જેમાં વાસ મને નિઃસ્વાર્થતા થી મળી શકે
જોઈએ છે એ વાચા આપ સમી
જે ક્યારેક મૌન તો ક્યારેક ઉદ્વેગ
જોઈએ છે એ વિચાર આપના
કે સમજી શકું નકારાત્મકતા માં પણ સકારાત્મક
બસ જોઈએ છે કવિતા એવી
જે હોય ના આપ વિનાની.........
--પર્લ મહેતા