એક કાગળની મને હોડી મળે,
કોઈ ભીતરથી મને દોડી મળે.
ઊડવાની લાખ ઈચ્છા હોય પણ
પાંખ ઉછીની અહીં થોડી મળે !
હું નીરખવા જાઉં મારી જાતને,
કોઈ આવી આયનો ફોડી મળે.
સાત દરિયાને ડખોળો તોય શું ?
ભાગ્યમાં જો હોય તો કોડી મળે.
આપણે પણ એમ મળતાં શીખીએ,
જેમ ફોરમ ફૂલને છોડી મળે.
#અરુણ_દેશાણી