1 શેઠ અને શેઠાણી માં તેમના દીકરા માટે છોકરી જોવા માટે તકરાર થઈ.શેઠાણી કહે ગામડાની લાવીએ જેથી ઘરના કામ સંભાળે, શેઠ કહે શહેરની લાવીએ ગામડાની ગમાર હોય એને શહેરની રીતભાત ની ખબર ના પડે. આમ કહી શેઠે શેઠાણી પર ટોણો માર્યો.આખરે હંમેશાની જેમ શેઠાણીનું ચાલ્યું.એક ગામમાં છોકરી જોવા ગયા. શેઠે કહ્યું- બેટા, જરા ચીકુ શેક લઈ આવોને.
બિચારી છોકરીને સમજ ના પડી ને ચીકુને તવા પર શેકી મસાલા નાખી પ્લેટમાં લઈ ને આવી.શેઠ શેઠાણી તો આ ચીકુ શેક ને જોઈ જ રહ્યા. ??
હવે શેઠના કહેવા મુજબ શહેરની છોકરી જોવા ગયા.છોકરી ઈંગ્લીશ મીડીયમ માં ભણેલી હતી.જેથી શેઠાણી એ હિન્દી માં કીધું. શેઠાણી-" बेटी जरा पापड़ सेक लाओ.. ! "
છોકરી કિચન માં ગઈ 4 પાપડ લીધા..મિક્સર માં નાખ્યા...પાણી મિલાવ્યું અને ગ્લાસમાં ભરીને લઈ આવી.. અને બોલી- " लीजिये पापड़ शेक.. ! "
છોકરો હજી કુંવારો જ છે.. !!! ???????????