@ આજ , ક્યાં ગઈ એ રમત ?@
બાળપણ નો એ સમય . જયારે રમતા ' તા રમત ...?
ગામના વડલે આંબલી પીપળી રમતા .
આજ , ક્યાં ગઈ એ રમત ...?
ઘરના ખૂણે દીવાસળિ - ખોખા રમતા ..
આજ ક્યાં ગઈ એ રમત ...?
ગામના ચોકે લખોટી રમતા ..
આજ ક્યાં ગઈ એ રમત ...?
ખેતરમાં જઈ ગિલ્લી દંડા રમતા ..
આજ ક્યાં ગઈ એ રમત ...?
ગામની શેરીએ ચોર પોલિસ રમતા ..
આજ ક્યાં ગઈ એ રમત ...?
સમય ગયો વીતી એ રમતનો ..
સમય આવ્યો આજ મોબાઈલની રમતોનો ..
દશકો હતો એ ભેગા મળી રમવાનો ..
દશકો છે આજ મોબાઈલમાં રમવાનો ...
બાળપણ નો એ સમય ..
થયો મોબાઈલમાં ગુમ ...- કુલદિપ વર્મા