કેવી એ અલૌકીક ઘડી હશે,
જ્યારે આપણું પ્રથમ મિલન થશે...
છો ને લખતો "અનોખીપ્રિત"ની હજારો શાયરીઓ,
પણ ત્યારે શું કહું શું નહિં એ અવઢવ હશે...
દીલથી દીલના તાર તણાશે,
પ્રકૃતિ પ્રિતના મંગળ સૂર ગાશે...
મદહોશીમાં ચાર નયન મળશે,
નૈન કટારીએ હૈયા તાર તાર હશે...
લોકલાજ સબ પરે હશે,
બે બદન એક આગોશમાં હશે...
જગત આખું ટોળે વળશે,
સમય પણ આવું કૌતુક જોવા થંભશે...
ચાર રસ્તે ચક્કાજામ હશે,
હવાલાતમાં એનો અંજામ હશે...
અફસર એય મતવાલો હશે,
વગર એફ.આર.આઇ. કેસ થશે...
અજબ ગજબ એ મુકદ્દમો ચાલશે,
એકમેકની બાહોંમાં ઉમ્રકેદની સજા થશે...