એક દિવસ ફાગફગતી શગ છે,
પછી તો રોજ એ જ લપ છે,
દેશદાઝની એક જ પળ છે,
વિવિધ 'વાદો'બીજી જ ક્ષણ છે,
ઇમાનદારીની આંખ સજળ છે,
સ્વચ્છતાને ન વળતી કળ છે,
સત્તાની સાંઠમારી અકળ છે,
પીસાતી જનતા સકળ છે,
કામની ન થતી કદર છે,
ધન પાછળ જ ચાંપતી નજર છે,
કર્મોની ગતિ પર અવલંબન છે,
વળી, આંદોલનોમા પણ પ્રબળ છે,
એક દિવસ ભારત ભાગ્ય વિધાતા છે,
પછી તો ભારત ભોગ્ય માંધાતા છે....