એ જિંદગી એક વાર પ્રેમ કરી તો જો,
ભલે એકલતામાં ખુશ હોય તો પણ
એક વાર પ્રેમ કરી તો જો,
ભલે દુનિયાને ના ગમે તો પણ
એક વાર પ્રેમ કરી તો જો,
ભલે બદલામાં ના મળે તો પણ
એક વાર પ્રેમ કરી તો જો,
ભલે છેવટે દુઃખી જ થજે તો પણ
એક વાર પ્રેમ કરી તો જો,
ભલે જિંદગી તુ પ્રેમમાં હારી જાજે
તો પણ એક વાર તારી જાતને પ્રેમ કરી તો જો