Gujarati Quote in Shayri by Vora Anandbabu

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગમે તેટલો ભવ્ય ઇતિહાસ હો ઇમારત નો,
એક ના એક દી ખંડેર થવું જ પડે છે
પામે ગમે તેટલી ધોમધખતી સાહ્યબી કોઈ,
એને એક ના એક દી ઢેર થવું જ પડે છે.....

બધાને બધું મનગમતું ક્યાં મળ્યું છે,
દુઃખ એનું જ સૌમાં સળવળ્યું છે,
આભાર મન થી માનજે ખુદા નો,
કોઈ ને કોઈ તો તારા માં ભળ્યું છે.....

ઉજવી લે ઉત્સવ હરહંમેશ તારી હયાતીનો,
સતત ને સતત દોષ કાઢ મા નિયતીનો,
લાવ્યો છે શું? અને લઇ જઈશ શું?
સરવાળો માંડી જોજે જીવન ની ફલશ્રુતિ નો....

હસ કે રડ તું અહીં કોઈ ને ઝાઝો ફેર પડતો નથી,
માણસ ઈ નકામો જે પરિસ્થિતિ સામે લડતો નથી,
વર્ષો ના વર્ષ થી મથ્યા કરે છે પામર માનવી,
પણ ઈશ્વર ની મુલાકાત નો મેળ હજીય પડતો નથી......

વોરા આનંદબાબુ..."અશાંત".....લખ્યા તારીખ...25/01/2019...9:02 P.M....

Gujarati Shayri by Vora Anandbabu : 111081553
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now