ડગલે પગલે માયા જેવું
જલપર તરતી છાયા જેવું .
કૌતુક કૌતુક કેવળ કૌતુક
કણ કણ ખુલ્લી કાયા જેવું .
તું મલકે તો મન મહેકે છે
શુદ્ધ અત્તર ના ફાયા જેવું.
પાકું તો એ આપણું મળવું
ડગમગ ડગમગ પાયા જેવું.
આપણું આ હોવું એ જાણે
પાણીમાં પડછાયા જેવું.
પાંપણ નામે ગામને પાદર
બંધાયું છે માયા જેવું.
#અજ્ઞાત