આજે ટ્રાફિક સિગ્નલ પર દેશભક્તિને દસ રૂપિયામાં વેંચાતી જોઈ..
ગરીબીમાં તરફડતી,બેબશ,બિચારી દેશની મહાનતા ને જોઈ..
પૂરતાં કપડાં નહોતાં, ચહેરો કરમાયેલો અને લાગતી હતી એ ઘણી મજબુર..
સાહેબ 26 મી જાન્યુઆરી આવે છે આ તિરંગો તમે લઈ લો જરૂર..
વિકાસનાં બધાં દાવા મને આ જોઈ પોકળ લાગી રહ્યાં હતાં.
એ બાળકી ની અરજ સાંભળ્યા વિના જ્યારે લોકો સિગ્નલ ખુલતાં જ ભાગી રહ્યાં હતાં.
બાઈક કરી સાઈડ માં પાર્ક અને મેં નીચે ઉતરી એનાં બધાં ઝંડા ખરીદી લીધાં.
એનાં ચહેરા પર સ્મિત લાવી મેં એનાં થોડાં સપનાં પૂરાં કરી લીધાં..
#happy republic day.