Gujarati Quote in Good Night by Kunjdas

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હા, હું જુનાગઢ્થી આવ્યો છું !

બે કવન હુંફાળા લાવ્યો છું

ને વ્હાલ વહેંચવા આવ્યો છું

હા, હુ જુનાગઢથી આવ્યો છુ.



ગિરનારનો પડછાયો છું

શીલાલેખે સચવાયો છું

કુંડ દામોદર નહાયો છું

હા,હું જુનાગઢથી આવ્યો છું.



મધગીર પડઘાયો છું

કંઠ કેયુર કલરાયો છું

થઇ સગડ છુપાયો છું

હા,હું જુનાગઢથી આવ્યો છું.



કસુંબો થઇ પિવાયો છું

ભર મહેફિલે છવાયો છું

હું અંતે રંગત લાવ્યો છું

હા,હું જુનાગઢથી આવ્યો છું.



ભર વસંત ઘવાયો છું

માઝમરાત રચાયો છું

પ્રેમરસ રઘવાયો છું

હા,હું જુનાગઢથી આવ્યો છું.



કેસરકંઠ ગવાયો છું

જઇ કેસુડે છુપાયો છું

ખોંખારા બે લાવ્યો છુ.

હા,હું જુનાગઢથી આવ્યો છું.



ખોળો થઇ ખુંદાયો છું

સરેઆમ લુંટાયો છું

આપનો નાનો ભાયો છું

હા,હું જુનાગઢથી આવ્યો છું.

Gujarati Good Night by Kunjdas : 111081120
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now