દુનિયાનો કોઈ પણ સબંધ
એક ઝટકા મા નથી તુટતો..
એમાં તિરાડ તો
ઘણાં દિવસો, મહિનાઓ, વર્ષો
પહેલા પડી જ ચૂકી હોય છે.
છેલ્લો એક
પ્રસંગ, ઘટના કે પરિસ્થિતિ
'ટ્રીગર'ની જેમ દબાય જાય છે.
બ્રેકઅપની ગોળી છૂટે છે,
અને વિન્ડસ્ક્રીનની જેમ બધુ તુટી પડે છે.
આમ તો, એ ગોળીથી
બન્ને જણાં વીંધાય છે.