માણસ ને જ હતા કલર
હવે તો નોટ પણ કલરફુલ છે,

મેકઅપ ના જમાના માં
સૌ કોઈ બ્યુટીફુલ છે,

સવારે મંદિર સાંજે હોટેલ
રાતે સિનેમા હાઉસફુલ છે,

ઘર સરસ કપડાં સરસ
અને ઘરડાંઘર તો વન્ડરફુલ છે,

પ્રેમ, સંસ્કાર, સમાજ
બધા માં પૈસો પાવરફુલ છે,

ફ્રેન્ડ લીસ્ટ, ફોલોઅર્સ ઘણાં
પણ દરેક સંબંધ ડાઉટફુલ છે,

માણસ ને જ હતા કલર
હવે તો નોટ પણ કલરફુલ છે.

Gujarati Quotes by Bhavna Joshi : 111081038

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now