છે મિત્ર સખા 'કાગળ '
થાય બધી જ વાત અભિવ્યક્ત "કાગળ "
છે દર્પણ સખા 'કાગળ'
હ્રદય નું પ્રતિબિંબ થાય "કાગળ "
છે ભૂતકાળ સખા 'કાગળ '
સારી,નરસી વાત સંગ્રહ થાય "કાગળ "
છે ભવિષ્ય સખા 'કાગળ '
બધી જ ઈચ્છા વ્યક્ત થાય "કાગળ "
છે વર્તમાન સખા 'કાગળ '
દૈનિક કાર્ય દ્વારા ખુદનું પ્રતિબંબ વ્યક્ત થાય "કાગળ"
છે જીવન સખા 'કાગળ '
કેવું જીવી ગયા,અનુભવ કરાવે "કાગળ "