ગુજરાતમાં પોષી પૂનમે બહેન, ભાઇના આયુષ્ય માટે અને પોતાના ભવિષ્યનાં સૌભાગ્ય માટે પોષી પૂનમ વ્રત કરે છે. આખો દિવસ ઉપવાસ કરે છે. ચંદ્રોદય પછી ભાઇ-બહેન બંને ચંદ્રનાં દર્શન કરે છે અને ચંદ્રની સાક્ષીએ બહેન ભાઇને પૂછે છે અને રોટલામાં કાણું પાડીને તેમાંથી ચંદ્ર દર્શન કરે અને ચંદ્રમાને કહે છે:
પોષી પોષી પૂનમડીં ને અગાશી એ રાંધીયા અન્ન
ચાંદા તારી ચાનકી ને મારી પોષી પૂનમ
ભાઈ ની બેન રમે કે જમે ???
આ ઉત્તરમાં ભાઇ જવાબ આપે કે મારી બહેન જમે. એ પછી જ બહેન ઉપવાસ તોડીને એકટાણું જમે. એ પહેલાં ચંદ્રમાની સાક્ષીએ ભાઇના આયુષ્ય અને પોતાના સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે.