કંઈ નહીં...એમ જ
આ તો જરા...
સરકી આવ્યું હતું
યાદોનું એક
તોતિંગ વાવાઝોડું...
......
આજે સવાર સવાર માં ભૂલા પડાયું
જામતી ઝાકળ હતી ને યાદોમાં "એ" હતા
.....
ધૂંધળું હતું વાતાવરણ ને ધૂંધળું હતું મન...કેમ..?
વાતાવરણમાં ધુમ્મસ હતું ને
મનમાં એમની યાદોનું જાળું હતું...