હસીને દુઃખ સહેવામાં છે શાણપણ જીવનનું.
નથી કૈં દુઃખ કહેવામાં છે શાણપણ જીવનનું.
સુખદુઃખ તો દ્વંદ્વ આવેને જાયા કરે રસ્તામાં,
દુઃખમાંય મલકાવામાં છે શાણપણ જીવનનું.
સુખ તો માનવીને મદગ્રસ્ત બનાવી નાખનારું,
દુઃખમાં ધૈર્ય ધરવામાં છે શાણપણ જીવનનું.
સુખમાં સૌ સાથ નિભાવે હસી પડાય સહજ,
બંનેમાં સમતા રાખવામાં છે શાણપણ જીવનનું.
સંકટકાળે સાથ છોડીને દૂર જનારા હોય ઝાઝા,
એવા મિત્રો ઓળખવામાં છે શાણપણ જીવનનું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '