True Caller થી contact નંબર કદાચ તું શોધી શકીશ..
કોફી પી ને વાત કરવા તો રૂબરૂ આવવું પડશે..
Google Map માં Location મારું જોઈ શકીશ..
પણ ખંભે રાખવા હાથ, Time કાઢી આવવું પડશે..
Instagram પર સ્ટોરી મારી રોજ રોજ જોઈ શકીશ..
લાગણી જોવા તો મારી સામે જ આવવું પડશે...
What's App પર Emojis થી હસી રડી શકીશ..
પણ આંસુ લુછવા તો રૂમાલ લઈ આવવું પડશે..
Facebook માં ફોટો ને Like comment કરી શકીશ..
પણ પીઠ મારી થાબડવા તો પાસે આવવું પડશે..
Zoom પર કલાકો સુધી Video call કરી શકીશ,
પણ ગળે મળવા તો દોસ્ત રૂબરૂ જ આવવું પડશે...