સાહેબ મને ફરીથી મરઘો બનાવો ને
જિંદગીએ મને ખચ્ચર બનાવી દીધો છે
સાહેબ મને ફરીથી અંગુઠો પકડાવો ને
જિંદગીએ મને કાન પકડાવી દીધા છે
સાહેબ મને ફરીથી બેન્ચ પર ઉભો રાખો ને
જિંદગીએ મને ઓફિસમાં બેસાડી દીધો છે
સાહેબ મને ફરી થી લેસન આપો ને
જિંદગીએ બરાબર ના પાઠ ભણાવી દીધા છે
સાહેબ મને પાણી પીવા કલાસ ની બહાર જવા દો ને
જિંદગીએ મને કામ માં વ્યસ્ત કરી દીધો છે
સાહેબ પીઠ પર એક હેત ભર્યો ધબ્બો મારો ને
જિંદગીએ પીઠ ઉપર બોજો નાખી દીધો છે !!!!
ઘણા વર્ષો પછી એક સફળ અને અત્યન્ત વ્યસ્ત માણસ ને એના સ્કૂલ સમય ના શિક્ષક મળી ગયા ; ત્યારે અચાનક જ પેલા ભાઈના મોઢે થી આ લાઈનો સરી પડી --
#અજ્ઞાત