*મિલન*
ગંગા તટે કેવટ અને પ્રભુ રામનું મિલન થાય રે.
તારણહાર ને ગંગા પાર કરાવે રે.
વનમાં શબરી અને રામનું મિલન થાય રે.
જગતના પાલનહાર મિઠા બોર ખાય રે.
કિષ્કિંધા મા રામ હનુમાનનું મિલન થાય રે.
ભુમિ ના ભાર હરનારનુ ભાર ઉપાડે રે.
લંકામાં વિભિષણ અને રામનું મિલન થાય રે.
ત્રિલોક વિજયી પર વિજય ધ્વજ ફરકે રે.
કહે નર સુદામા અને શ્યામ જેવું મિલન કોઈ ના હોય રે.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા,માંડવી કચ્છ