આજ નો શબ્દ *મિલન*
રેલના પાટા જેવું છે જીવન,
હવે થાશે ક્યારે આપણું મિલન.
જ્યાં જઉં ત્યાં બધેજ ઉજજડ વન,
ક્યાંય નહિ મળે ફોરમ સાથે સુમન.
દોડી દોડી ને થાંક્યુ હવે મૃગ જેવું મન,
લાગે છે હવે મૃગજળ જેવું છે મિલન.
'ધવલ' રાહ જોશે જન્મો-જનમ,
આશ છે મળશે આવી ને થાશે મિલન.
રાજકોટિયા ધવલ
મોરબી
તા.૧૯/૦૧/૧૯