Gujarati Quote in Song by Vora Anandbabu

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લખવા બેસું છું,ત્યારે લખાતું નથી,
આ દુનિયામાં અમસ્તું કાઈ થાતું નથી,
જ્યા સુધી દિલમાં દિવાળી નથી,
ત્યાં સુધી લેખનપર્વ ઉજવાતું નથી....

અમથું કોઈ ના માટે કોઈ ઘસાતું નથી,
લાભ વિના કોઈ સંબંધ નું ખાતું સચવાતું નથી,
જ્યા સુધી સંપત્તિ માં શોધશે સુખ માણસ,
ત્યાં સુધી ભીતર માં અજવાળું થાતું નથી....

સતત દોડવાથી ક્યાંય પોહચાતું નથી,
સાચા દિશાસૂચન થી ક્યારેય ભટકાતું નથી,
પામવું છે શું? આખિર આ પામર માનવીને
મને ક્યારેક એજ સમજાતું નથી....

જ્ઞાન ને શાશ્વત સુખ પાછળ હવે કોઈ જાતું નથી,
સત્યની માટે,પોતાના સામે,હવે કોઈ ટકરાતું નથી,
સંપત્તિ થઈ છે ઘણી,ને સંબંધો થયા છે ઓછા,
તોય હવે તો કોઈ લજવાતું નથી...

વોરા આનંદબાબુ...લખ્યા તારીખ...19/01/19...6.54 p.m...

Gujarati Song by Vora Anandbabu : 111078496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now