વસંતી વાયરાની હડફેટે અમે ચડ્યા..
ફૂલોની મહેકના પ્રેમ માં અનહદ પડ્યા,
અમાસી આકાશ માં ચાંદ ને પણ શોધ્યો
જ્યારે તારાઓ ના સુમહમાં એકલા પડ્યા,
શોધ્યા ફૂલો પ્રેમના પાનખર માં પણ,
ફૂલો મળ્યા ને ખરેલા પાન વાયરે ચડયા,
સમય ને હજુ થોડો ચાલવા દો ને,
હજુ વસંતના પગરવ નથી જડયા..☘️☘️
#અજ્ઞાત