"આવો જરા મન ને દિલ ની વાત બને એક બીજા ને કહે છે. એ વાણી ને આપડે જાણીએ...
કે આપડું મન શુ કહે....?
ને આપડું દિલ શુ કહે.....?
1... *મન*
"ઝપટો કરી લે આજે દુનિયા નો,
મન ની વાત માની ને.
આપડે આપડું કરી જ લેવાનું,
થોડી આદત ખોટી રાખી ને......."
*દિલ*
"પ્રેમ પ્રગટ કરી લે ઉર ઉમંગ તણો,
દિલ ની વાત માની લે.
સુર નાદ ત્યાં ગાજી ઉઠે ઓહડ-સોહડ નું,
લેહરકો ઉઠે ત્યાં નિઃસ્વાર્થ રંગી નો...."
2... *મન*
"મુંજાય શા...માટે તું હે..મન,
હું..હું..કેરી જરા છાતી ફુલાવ.
દુનિયા દારી રીત ખોટી તું પાડ,
દિલ નું કરેલું તું ના મન...."
*દિલ*
"મુંજાય શા...માટે તું હે..મન,
પ્રભુ છે પ્રેમ તણો બિરાજમાન.
નામ રૂપી આ કાયા છે,
વિખરાશે ક્ષણ વારમાં આજ...."
3.... *મન*
"જગ નું અવલોકન જો તું કરીશ,
કાયા આ થોડી વારમાં વિખરાશે.
ભટક્યા ના કર તું સત્યના પંથે,
મારી જશે તું હે..મન ત્યાં નો ત્યાં......"
*દિલ*
"જગ કેડી ભલે રહી ખોટી,
વલખા ના માર તું એ કેડી એ ભાઈ.
સાગર પાર કરતા ભલે વાર લાગે,
પ્રૅમ-પ્રભુજી મળશે સાગર ને પાર...."
4.... *મન*
"હું-મને-મારુજ છે આ બધું,
નથી કોઈનું અહીંયા આજ.
વસ્તુ બધી ભવિસ્ય ની મારી,
દિલ તારું નથી અહીંયા કાય....."
*દિલ*
"પડી જશે એ દેહ..એલા મન,
થશે રાખ ભઠ્ઠી માં આજ.
જળ સંગ વહી જશે રાખ,
તો..તારું શુ તારી સાથે આવ્યું આજ...."
5..... *મન*
"રૂપિયા થકી બધી બાજી હું જીતુ,
મન વિચાર થી મેળવું આજ.
સત્ય ની રીત ના અમે નહીં પ્રવાસી,
પ્રવાસ કરું દૌલત થી.. મન છુ હું રે ભાઈ...."
*દિલ*
"શ્વાસ-ઉશ્વાસ ની કેડી છે મારી,
એ પ્રવાસ કરું રામ નામ નો ભાઈ.
દિલ છુ હું ને દિલ થી વિચારું,
એ પ્રવાસ થી મળે મને આત્મ સાથ....."
6...... *મન*
"મન નો રાવણ હું છું,
લંકા આ છે મારી ભાઈ.
આંબો રોપયો હતો બ્રામાંડ માં આહમનો,
તો બ્રામાંડ માં આહમનો ભગવાન છુ આજ......"
*દિલ*
"ઘમંડ નથી મારુ ને-દુનિયા પણ નથી મારી,
પંચભૂતિયું મારૂં દેહ છે અરે મન ભાઈ.
વિખરાય જઈશ હું મારી જીવન કાયા માં.
જેટલો શ્વાસ છે તો હું રાતું પ્રેમ થી 'સખી' નું નામ....."
એ પ્રેમ તાનું 'સખી' નું નામ....."