સંવાદ થયો
મન અને મગજ વચ્ચે ફરી સંવાદ થયો,
શું સારું અને શુ ખરાબ એ વિવાદ થયો;
અંતરમાં રાખી હતી ઘણી અભિલશાઓ,
કદાચ એ જ કારણે હુ બરબાદ થયો;
શબ્દો ના મળ્યા ભીતરની લાગણી દર્શાવવા,
લાગણીનો ધોધ વિચારો રૂપે અનરાધાર થયો;
ફુલ એ કમળનું કાદવ વચ્ચે પણ ખીલ્યું હતું,
સુંદર એ પુષ્પ પર કાંટા રૂપી અપવાદ થયો;
મૃગજળની આશામાં ભટકી રહ્યો હું અહિ તહીં,
અમૃત બની એક ધોધ મુજ પર પ્રવાહ થયો;