દિવાસળીના બાકસની
છૂકછૂક ગાડી,
કાગળનું વિમાન 'ને
નાનકડી હોડી...
જૂની યાદો બધી
આજ ટોળે વળી.
બેલ્ટ સ્ટેથોસ્કૉપ 'ને
પપ્પાની પેન ઈન્જેક્શન.
ઘરનો ઉંબરો
જાણે કે સ્કૂટર 'ને
મોઢેથી પી પીપ
ભઈ કેવી મજા .... !
જૂની બધી યાદો
આજ ટોળે વળી.
તેલ નાખી મમ્મી
ઓળે માથું 'ને
પછી તૈયાર ગણવેશમાં,
મમ્મીની આંગળી 'ને
સ્કૂલનો એ રસ્તો..
જૂની બધી યાદો
આજ ટોળે વળી
કાચો દોરો 'ને નાનકડી ફૂદ્દી
પ્લાસ્ટીકની પિચકારી 'ને
પેલા તારામંડળ....
જૂની બધી યાદો
આજ ટોળે વળી
ભઈ....
જૂની બધી યાદો
આજ ટોળે વળી.

Gujarati Thought by Atul Dave : 111076206
Amita Patel 8 year ago

બહુ. બહુ જ સરસ.. અતુલભાઈ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now