ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ
હું દોરો હોઉં અને તું પતંગ બની ઉડીએ..

ના તૂટીએ, ના ફાટીએ તેની કાળજી રાખીએ,
બધાથી અળગું બધાથી આગવું ઉડી બતાવીએ,

ક્યારેક ઢીલમાં બહું દૂર-દૂર નીકળી જઈએ
તો ક્યારેક ખેંચતાણમાં સાવ નમી પડીએ..

ના કોઈની કાપાકાપી, ના કોઈની દેખાદેખી કરીએ..
આભની અનંત દુનિયા આંબવાને ઉડીએ..

થોડું ચગવાનું, થોડું ડગવાનું, થોડું લથડવાનું,
ગોથા પણ ખાઈ જવાનું..
આપણે પણ કપાવાનું, અને જમીન પર ઉતરવાનું અંતે તો છુટા જ પડવાનું..

આ બધું વિચારી થોડું કઈ હિંમત હારવાનું?
આપણે તો એકમેક સંગાથે આગળ વધવાનું..

પેચબાજોથી બચવા બચાવવા સામસામી ઢાલ બનીએ
બરાબર હોય એકબીજા પર પૂર્ણ નિર્ભર છતાં અદ્ધરતાલ રહીએ..

ગુંચવણો સઘળી ઉકેલીએ..
જૂના સંબંધો લપેટીએ..

ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધી લઈએ...☘️☘️
#ભૂમિકા

English Shayri by Harshil Patel : 111076031

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now