English Quote in Shayri by Shaimee oza Lafj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોણ જીતે છે?....

ચાલ ને જીંદગી આપણે એક રેસ લગાવીએ
કોણ જીતે છે, તુ કે હું?....

ચાલ ને જીંદગી ભુતકાળ મારો જે હોય તે
વર્તમાન માં જરા મહેનત ના શુર તો પુરી જોવું,
કોણ જીતે છે મારો ભુતકાળ કે વર્તમાન કાળ ?

લાવ ને જરા હું સંજોગ ને મિત્ર બનાવી,તે મને જયાં સુધી સાથી બનશે ત્યાં સુધી ચાલે, જોઈએ,મારી સંજોગ યાત્રા કયાં સુધી ચાલે છે,....
તે યાત્રા માં જોવું તો ખરા કોણ જીતે છે? હું કે મારો સંજોગ ?

દુનિયા ની રીત છે અનેરી, જેને સમજીએ કઈંક નીકળે કંઈક, જરા જોઈ તો લઉ કે કોણ જીતે છે, મારી સમજ કે દુનિયા ની રીત.....?

જુઠા લોકો મે બહુ જોયા જે સોના નો ઢોળ ચડાવી ને જે જગ પ્રિય બની ગયા, ને સોનુ તો ત્યાં જ રહી ગયું જરા જોવું તો ખરા બંને વચ્ચે ના સંગ્રામ માં કોણ જીતે છે?.......

જુઠ્ઠાણું નું ટેપ બહુ ચાલ્યું, સત્ય તો પુરાવા આપવા માં જ રહી ગયું,બંને વચ્ચે તો યુદ્ધ ચાલ્યું જરા જોઈ એ તો ખરા કોણ જીતે છે?......

લોકો કહે ડાહ્યા જ જગત માં કંઈક કરે,પણ આ જુઠ્ઠાણું આ ટેપ બહુ વાગ્યું  પણ
આ ખોટુ પાગલો એ પાડ્યું
આ વિચારો ના યુદ્ધ માં કોણ જીતે છે,
લોકો ના વિચારો કે  મારા પુરાવા ઓ ?......

નાગ જોવા થી શંકર નથી મળતો,
અને સત્ય ના પુરાવા ઓ નથી હોતા,
આ જંગ માં કોણ જીતે છે?
મારા મતો કે લોકો જુઠ્ઠાણા ?.....

દુનિયાના બહુ રંગ જોયા તેમાં નાશવંત કયા ને શાશ્વત કયા, આ રંગ યુદ્ધ માં કોણ જીતે છે?.....

આ રીત મને ન ફાવી દુનિયા ની પાગલ માણસો તો દુનિયા માં પોતાનુ નામ છોડી ગયા ને ડાહ્યા જ તેમને વાચ્યાં આ મનને કોણ સમજાવે જરા જોઈ તો જોવું કે બુદ્ધિ ને હ્રદય ના આ યુદ્ધ માં કોણ જીતે છે?......

દુનિયા માં સાચા માણસ ને પાગલ કહે છે,
ખોટાળા જલસા કરે છે, પણ જ્યારે સાચા પોતાની છાપ છોડી ગયા ને વચોટ ને ખોટા વાળા
જોતા જ રહી જાય છે,પાગલો ની તો મરણ પછી જ કદર થાય છે જરા જોઈ એ તો આ જંગ માં કોણ જીતે છે?પાગલ કે દુનિયા નાં દોરંગા ડાહ્યાં......

આ દુનિયા જે દિવાના લોકો દુનિયા ને રાહ બતાવે છે, તેના મરવા થી દુનિયા ને મોટો ફર્ક પડે છે,ને દુનિયા ના ડાહ્યા તો તેમને વાંચતા રહી જાય છે...
આ તર્ક ના યુદ્ધ માં કોણ જીતે છે?...નાદાન નું જીવન ચરિત્ર કે ડાહ્યા ઓની મોટી મોટી વાતો.....

જીવન ના બે યુદ્ધ માં કોણ જીતે છે? બુદ્ધિ કે હ્રદય થી નીકળી ગયેલી એક વાત કે જે આપણી જીંદગી ને બદલી જાય છે.....

જીંદગી નો રંગ ભાગઃ5 માંથી

શૈમી પ્રજાપતિ....."જીંદગી યુદ્ધ"

English Shayri by Shaimee oza Lafj : 111075983
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now