Gujarati Quote in Song by jigar bundela

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આકાશે ઉગ્યો છે રંગ-ઉત્તરાયણ....
Song written By Me For Guj. Govt. Kite Festival..

​આકાશે ઉગ્યો છે રંગ ,

હૈયામાં ઉછળે ઉમઁગ,

આકાશી ઉત્સવ છે આવ્યો,

પતંગને માંજો છે લાવ્યો.

ચરરરર કરતી ચીલ ચગી છે,

પાવલા સાથે ઢીલ લડી છે,

ઢાલ કહે મને કોઈના કાપે,

ગેંશીયો ત્યાંજ ગોથ છે મારે,

લકડે-ચોપાટ વાત કરે છે,

ફુદ્દી આજે બહુ નડે છે,

ચાંદદાર આકાશે  આંબે,

સાથ દેવા ત્યાં પહોંચ્યો આંખે,

આકાશે ઉગ્યો છે રંગ ,

હૈયામાં ઉછળે ઉમઁગ,

આકાશી ઉત્સવ છે આવ્યો,

પતંગને માંજો છે લાવ્યો.

અડતાની સાથે કપાણો

સુરતી છે માંજો મારો,

પતંગ આ કોનો લપટાણો,

ઝોલ મારે છે તારો,

અત્તમતાણી કાપમકાપી,

ધાબા પરથી બૂમો પડતી,

એ લપેટ… એ કાડે…

પવન સૌને રમત રમાડે,

પતંગ કેરા પેચની સાથે આંખો નાંખે લંગશ આજે,

લાગણીઓની ગુચ્ચમ ખુલતી,પ્રેમની ટુકકલ ચડતી સાંજે,

આકાશે ઉગ્યો છે રંગ ,

હૈયામાં ઉછળે ઉમઁગ,

આકાશી ઉત્સવ છે આવ્યો,

પતંગને માંજો છે લાવ્યો.

ફીરકી છે સઁસ્કાર આપણાં,માંજો છે માં બાપ,

આકાશે આંબો ભલે ફિરકીને માંજાનું બઁધન તું રાખ

જીવનમઁત્ર કહે છે પતંગ હૈયામાં ઉછળે ઉમઁગ.

આકાશે ઉગ્યો છે રંગ હૈયામાં ઉછળે ઉમઁગ,

આકાશી ઉત્સવ છે આવ્યો,

પતંગને માંજો છે લાવ્યો.

Gujarati Song by jigar bundela : 111075930
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now