આજ મને તું ખીલવા દે,
ખૂબ ઘા ઝીલ્યા મોસમ ના ત્યારે આવ્યો છે આ નિખાર,
અંતરનો ઉમળકો આજ મને તું વેરવા દે,
આવે છે સમય દરેક નો એવો સંદેશ માનવ મન ને દેવા દે
આજ મને તું ખીલવા દે,
નથી રાખવા પર્ણો મારે હવે મારા પર,
માત્ર ફૂલો જ ફૂલો ઉગાડવા દે,
કુદરતનો ખોળો આજ મને તું ભરવા દે,
આજ મને તું ખીલવા દે,
સુંદરતા મારી સોળે કળાએ ખીલવી,માનવ મન ને મારા રંગો થી ભરવા દે,
ના કોઈને પૂછ્યું ,ના કોઈએ કહ્યું,મારી મરજીથી ખીલ્યો છું માટે આજ મને તું ખીલવા દે...