અર્પણ ના થાય એ માન કેવું
ને વિસરી જવાય એ સાથ કેવો
કહી ને અપાય એ પ્રેમ કેવો
ને પૂછી ને કરાય એ દોસ્તી કેવી
વહેંચાય ના એ જ્ઞાન કેવું
ને આપત્તિ એ કામ ન આવે એ ધન કેવું
ઈચ્છા થાય ને જોઈએ એ મન કેવું
ને માંગી ને અપાય એ ભેટ કેવી
યોજના સાથે ની યાત્રા કેવી
ને વણ નૉતર્યું યુદ્ધ કેવું
રથ વિના નો સારથી કેવો
ને વફાદાર નહીં એવો કૂતરો કેવો
જરૂર પડયે ન મળે એ વસ્તુ જ એ વ્યકિત વિના કેવી રે........
--પર્લ મહેતા