Gujarati Quote in Good Night by Sachin Soni

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#AJarpit
#AJaishwarya
#AJdevanshi

*લઘુકથા*
કફન શબ્દ આંખની સામે આવતા આજે ફરીવાર, મારી સામે નાનપણનું એ દ્રશ્ય મારા દિલ અને દિમાગમાં ફરી આવી ગયું.

અને ફરી પાછું એ તારું લાલચટક ઘરચોળું સ્મરણમાં આવી પહોંચ્યું,
આમ તો મા મેં તારી સાથે અલ્પ સમય વિતાવ્યો છે,પણ નાનપણની એ ધૂંધળી યાદો હજુ પણ મારા સ્મરણમાં ક્યાંક એક ખૂણામાં જીવંત પડી છે.

મોટી બહેનના લગ્ન પ્રસંગ વખતે તું એ ઘરચોળામાં સજ્જ અને બહું ખુશ દેખાતી હતી,તારા એ ઘરચોળાના કોઈ વખાણ કરતા તો તું બહું ખુશ થઈ જતી હતી,
કારણ કે ઘરચોળું તને બહું ગમતું હતું,અને એ ઘરચોળા સાથે તે ઘણા બધા ફોટો પણ પડાવેલા.

બહેનના લગ્ન ધામધૂમથી કર્યા પછી મા તને છ મહિના પછી એ કાળમૂખો હૃદય રોગનો હુમલો આવ્યો અને તે અમારી વચ્ચેથી વસમી વીદાય લીધી,અને તે દિવસે પણ મા તને એ તારા ગમતા ઘરચોળાને તારું કફન બનાવી તને ઓઢાળવામાં આવ્યું.

અને ત્યારે મારા બાળ સહજ મનમાં એક સવાલ થયો?
કે મા તને વહાલસોયા દીકરા કરતા તને એ ઘરચોળું વ્હાલું હતું,
કારણ કે તું મને છોડી કફન બનેલા ઘરચોળાને સાથે લઈ ગઈ...

-સચીન સોની

Gujarati Good Night by Sachin Soni : 111075660
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now