*પતંગ*
રંગીન કાગળ ને ચકોર કીધુ.
સળીએ કમાન સંભાળી લીધું.
દોરીથી સમાન માપે કાના લીધા.
પાયેલા દોરા ટેપ પટી ગુંદર લીધા.
પતંગ સાથે છેડે પૂંછડી બાંધી.
હાલને ભાઇ ઢીલ આપ લાંબી.
આકાશમાં દિવસે તારાં ટમટમે,
પતંગ મહોત્સવ સાથે પવન ફૂંકાયો.
જો જો પેલો એનો પતંગ કપાયો.
તલ લાડુ બોર,છત પર થઇ રહ્યો સોર.
કાપ્યો છે કાપ્યો છે,ઢીલ દે ઢીલ દે.
નારાયણજી જાડેજા
નર
ગઢશીશા, માંડવી,કચ્છ