આવો
ઊતરી જાઓ ઉરમાં
કે
ઉતરાયણ આવી છે,
હું પતંગ
તમે દોર બની જાઓ
કિન્ના તો બંધાઈ જશે
આપો આપ
કે
ઉતરાયણ આવી છે,
ઉડવાની
જબરી મજા હોય છે
મહોબ્બતમાં પણ,
તમે હો
તો સઘળું શક્ય બને
કહું છું એટલે
આવી જ જાઓ
જુઓ
ઉતરાયણ આવી છે.
ક્યાં લગી
તાકી રહેશો
ધાબેથી આમ ટગર ટગર,
આવો
તો
મહાલીયે
પતંગ ડોર બની
ઊંચેરા ગગનમાં,
લ્યો,
હવે આવી જ
જાઓ
ઉતરાયણ આવી છે હો!!!
-અ.રે.