સાથ જોઈએ છે અનેક ને....
કેવો હોય સાથ હોય તો....
મિત્ર હોય તો કૃષ્ણ સમો
સાથ ન છોડે કદાપિ રણભૂમિમાં
સાથ દેય સુદામા ની ગરીબી માં
લાજ ન જાવા દેય દ્રૌપદી ની ભર સભા માં
પિતા હોય તો દૃતરાષ્ટ્ર જેવો
જે કરે આંધળો વિશ્વાસ સંતાન પર
માતા હોય તો યશોદા સમી
જે પાળે પારકા ને પણ પોતાના સમો પુત્ર
ભાયું હોય તો બલરામ સમો
જે મિત્ર બાંધું ને સલાહકાર બને
પ્રેમિકા હોય તો રાધા સમી
જે વિના લગ્ને પણ સંપૂર્ણ પ્રેમ નિભાવી જાય
સંતાન હોય તો શ્રી ગણેશ જેવું
જેને કાજ માતા પિતા જ ચારધામ
સ્ત્રી હોય તો માં કાલી સમી
પોતે જ સંહાર થી સૌને બચાવી જાય
દીકરી હોય તો ગાંધારી જેવી
જે પિતા ની આજ્ઞા એ અંધ ને પરણી જાય
પત્ની હોય જો રૂકમણી સમી
ન કરે શંકા કૃષ્ણ પર જરાય
રાજા હોય યુધિષ્ઠિર જેવો
પ્રજા જીવ સદૈવ સુખી થાય
ભક્તિ હોય જો મીરાં સમી
તો ભગવાન એ બનાવે વિષ ને પ્રીત
દુશ્મન હોય જો કર્ણ જેવો
યુદ્ધ પણ લાગે ખરા ક્ષત્રિયો નું
દીકરો હોય જો રામ સમો
તો વનવાસ પણ ભોગવે આજ્ઞા પિતાની
સાથી હોય જો હનુમાન જેવો
સંજીવની કાજ લાવે પર્વત આખ
કવિ હોય જો કાલિદાસ જેવા
પુસ્તક પડે ઓછા સદા......
--પર્લ મહેતા