તારા વિરહ ની વ્યથા હૂઁ ક્યાં સહુ છું?.
હૂઁ તો ક્યાંક ને ક્યાંક તારા મા જ રહું છું.
તારા અને મારા મા ભેદ ઘણો ..એવૂ જગ કહે છે.
તુ અને હૂઁ એક છે એવૂ હૂઁ પણ ક્યાં કહું છું...?
તુ છે સાગર..તો હૂઁ પણ સરિતા બની વહુ છું..
ફરતી રખડતી હૂઁ ક્યાંક તારા માં જ જઇ ને મળું છું..
તુ આભ..ને હૂઁ રળિયામણી ભૂમિ...લોકો કહે છે દુર ક્યાંક શ્રીતિજ મા હૂઁ તને જ જડુ છું.
હૂઁ કલમ છું..ને તુ કોરો કાગળ.તારા પર હૂઁ કવી ની સુંદર રચના લખું છું...
તુ સુરજ ની પ્રકાશિત કિરણ...ને હૂઁ વરસાદ નું નાનકડું ટીપું...તારા થી અથડાઈ ને હૂઁ સુંદર મેઘધનુષ બનું છું.
લોકો કાંઇ પણ કેહ... લોકો નું કામ જ છે કેહવૂ....પણ હકીકત તો એમ છે કે તારા મા ભેરવાય ને જ
હૂઁ...હૂઁ બનું છું.....
~ANV~