ચલ પાછા કોલેજ જઈએ
બહુ થયા પ્રોફશનલ હવે
ચલ પાછા મસ્તીખોર થઈએ
ચલ પાછા કોલેજ જઈએ
મોડા કલાસમાં જઈને હીરો જેમ એનટ્રી મારશુ
કોઈ તો કેશે જો પેલો દોઢ ડાહ્યો આવી ગયો
કંઈ આવડે નહી તો શુ પણ ખોટી કોમેન્ટ પાસ કરી બધા ને હસાવશુ
ભલે પછી બધુ બે વાર લખવા આપતા.
આપડે બીજો લેકચર કયાં ભરવો છે
ચલ પાછા કોલેજ જઈએ.
છેલ્લી બેન્ચ પર બેસી જોર થી ગીતો વગાડશુ..
ના આપણે ભણશુ ના કોઈને ભણવા દઈશુ.
વહેલા જઈને બસ સટેન્ડ પર બેસશુ
ના આપણે બસમાં ચડશુ ના કોઈને ચડવા દઈશુ..
ચલ પાછી એ જવાબદારી વગરની જીદગી જીવીએ
ચલ પાછા કોલેજ જઈએ.
#અજ્ઞાત