English Quote in Quotes by વનરાજ સિંહ પરમાર

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધે સંબંધે
થોડો ફરક મળશે,

ક્યાંક ઉજરડા તો
ક્યાંક મલમ મળશે.

નિભાવશો સંબંધ
સ્નેહથી...

તો પણ ક્યાંક દુર્યોધન,
ને ક્યાંક સુદામો મળશે..!!

ઉંમરને હરાવી હોય તો
શોખ જીવતા રાખો .

સાંભળ્યું છે કે હૃદય પર
કરચલીઓ નથી પડતી

બે પળની છે જીંદગી
તોય જીવાતી નથી ..

એક પળ ખોવાઇ ગઇ છે ..
બીજી સચવાતી નથી ..

પત્તામાં જોકર અને અંગતની ઠોકર
હમેશા બાજી પલ્ટી નાખે છે.

અસ્તિત્વ પર ઘણાં
"ઉઝરડા" થાય છે,

ત્યારે ....

એક માણસ
"સમજદાર" થાય છે..!!

English Quotes by વનરાજ સિંહ પરમાર : 111075083
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now