ચાલને વરણ કર તું મારા સખીત્વનું,
હું બનું તારી સખી ને તું મારો સખા.
ચાલને વરણ કર તું મારા અસ્તિત્વનું,
હું બનું તારો શ્વાસ ને તું મારો વિશ્વાસ.
ચાલને વરણ કર તું મારા કવિત્વનું,
હું બનું તારી શબ્દ ને તું મારો અર્થ.
ચાલને વરણ કર તું મારા અમરત્વનું,
હું બનું તારૂ અમૃત ને તું મારું ચેતન.
ચાલને વરણ કર તું મારા સ્થાયીત્વનું,
હું બનું તારામાં સ્થિર, ને તું મારામાં સ્થાયી.