સત્યના સમંદરમાં તરવુ મને ગમે છે
કોઈ તુફાન આવે તો લડવુ મને ગમે છે
કહેવાય છે સાચાના સાથ ઓછો હોય છે,
આ સમંદરને એકલા પાર કરવું ગમે છે...
માનુ છું કે મુશ્કેલ છે એ રાહ,
છતાં એ રાહ પર ખુમારીથી જીવવુ મને ગમે છે
કરશે લોકો હેરાન,ખબર છે મને,
એવા લોકોને જવાબ આપતા મને ગમે છે...
સત્યના માગૅ પર ચાલનારા કયારેય ખોટા નથી પડતા
આ સાબિત કરવુ મને ગમે છે.
-વિદ્યા પાડવી.