પંડના આ હાલને શું કહું?
પાગલપંતી કે આશિકી કહું...
ખા'વા જતા ના'વા બેસું,
કહો યારો આને શું કે'શું?
નીલું ચીંધીને પીળું કહું...
આને પીળીયો કે લવેરીયો કહું?
સ્નોફોલમાં રેઇનકોટ પહેરું,
જોને આ કેવું ગાંડપણ કરું છું....
યે'ડા આ ને'ડાને શું કહું..?
પ્રિત કહું કે અનોખીપ્રિત કહું...