. ? *અને હું મૂરખ બન્યો* ? ✍?
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ભરોસાથી હું બંધાય ગયો,
ચાહવાની સાચી ઈચ્છા થઈ,
*અને હું મૂરખ બન્યો*. ✍?
દિલથી નિભાવી મે દોસ્તી,
વાંકમાં આપ્યો બીજો મોકો,
*અને હું મૂરખ બન્યો*. ✍?
કર્યો જ્યાં પોતાના જેવો ભરોસો,
ત્યાં જ મારી લાગણી ખોટી પડી,
*અને હું મૂરખ બન્યો*. ✍?
ચાલતો ગયો પ્રભુના રસ્તે,
નાસ્તિકોની વાતોમાં આવી,
*અને હું મૂરખ બન્યો*. ✍?
સમજવાની તક પર હથોડી મરાઈ,
પોતાના થઈ પોતાનાને અલગ કરાયા,
*અને હું મૂરખ બન્યો*. ✍?
છોળ્યા જ્યારે ખોટા કામોને,
સત્યના આવ્યો હું મારગ પર,
*અને હું મૂરખ બન્યો*. ✍?
*સતવિચારોને પ્રગટાવતો રહ્યો બીજાને*,
*જ્ઞાનની વાતોને ભેંસ સામે કરતો રહ્યો*,
અને હું મૂરખ બન્યો.
અને હું મૂરખ બન્યો..✍?
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ધવલ રાવલ
TRUST ON GOD
ચલાલા