Gujarati Quote in Good Night by Margi Patel

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુ આવીજા મારી પાસે
તને ખૂબ જ યાદ કરું છું
કેમ પકડીને બેઠો છે જૂની વાતો???
નવી યાદો બનાવવા મારે જોઈએ છે સહારો તારો....


સાથે યાદો ની માળા બનાવીએ
તારા દિલ ના ખૂણામાં ઘર બનાવું મારુ
નવેથી કરીએ શરૂઆત જીવનની
રંગ પુરાવા જોઈએ છે આવકારો તારો....


જિંદગી ની સફર માં સાથ આપજે તુ
નથી ચાલવું જીવન ના આ પથ પર એકલું
આ વ્યવહારમાં જો રસ્તો ભુલાય તો
સાચો માર્ગ દેખવા મારે જોઈએ છે ઈશારો તારો...


કોશિશ તો ધણી કરી હતી મજબૂત બનવાની
છતાં તારી એક ઝલક થી છલકાઈ ગઈ આંખ મારી
આંખમાં આવેલા આંસુ નો
તારી હથેળી માં જોઈએ છે ઉતારો મારો...


સમાજ ના આ રીત-રિવાજ ની સમજણ આપજે મને
થતી ભૂલો નો સુધારો કરાવજે મને
સાથ નિભાવીશું દરેક રસ્તા પર એકબીજા નો
જિંદગી જીવવા મારે જોઈએ છે સહારો તારો...


તારા મનની દલીલો સામે પડી
મારી સાંત્વના ખૂબ જ ટૂંકી
મારે મરવું છે તારી અર્ધાંગિની બનીને
બધું જ છોડી ને ચાલી આવીશ તારી પાસે
બસ મારે જોઈએ છે એ વિશ્વાસ નો હોંકારો તારો....

Gujarati Good Night by Margi Patel : 111074127
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now