એક આશિકના દિલની વાતને કાગળ પર,
અલ્ફાઝ માં કંડારવા આવ્યો છું...
પ્રથમ વાર એને જોતા વેંત જે,
મિશ્ર લાગણીઓ ઊભરી આવી;
ઊર્મિઓનાં એ ખેલને આજે
મુકમ્મલ કરવા આવ્યો છું...
એક આશિકના દિલની વાતને કાગળ પર,
અલ્ફાઝ માં કંડારવા આવ્યો છું...
નજરો એક થતાં જ કાયમ,
બેબાક નિઃશબ્દ થઈ જતો હું;
રૂબરૂમાં જે ના કહી શક્યો,
જાહેરમાં ગઝલ રૂપે કહેવા આવ્યો છું...
એક આશિકના દિલની વાતને કાગળ પર,
અલ્ફાઝ માં કંડારવા આવ્યો છું...
કર્ણપટલ પર એમનું નામ પડતાં જ જે,
સંવેદનાઓ ઉમટી આવતી;
શબ્દોના મોતીબિંદુઓમાં ઢાળીને,
ગઝલમાં પરોવવા આવ્યો છું...
એક આશિકના દિલની વાતને કાગળ પર,
અલ્ફાઝ માં કંડારવા આવ્યો છું...
મનમાં ને મનમાં હરખાયા કરતો,
એમના વિચારોથી મલકાયા કરતો;
એ અતિ બહોળા સ્મિતને થોડું
સંકોરવા આવ્યો છું...
એક આશિકના દિલની વાતને કાગળ પર,
અલ્ફાઝ માં કંડારવા આવ્યો છું...
એ જ તો ખાસિયત છે આ સંબંધની,
નહીં ઈઝહાર નહીં ઇન્કાર,
બસ હું, ને એના દીદાર...
ના કોઈ અપેક્ષાઓનો હોજ,
ના કોઈ ચિંતાઓનો બોજ...
વ્યક્ત કરીને આને
વેરણ નથી કરવું મારે,
આ વાતને હંમેશ માટે હૈયામાં જ,
ધરબાવી દેવા આવ્યો છું...
આ પવિત્રતાને હંમેશ માટે,
અમર કરી દેવા આવ્યો છું...
એક આશિકના દિલની વાતને કાગળ પર,
અલ્ફાઝ માં કંડારવા આવ્યો છું...